Google , Find us on Google+

Monday, 25 August 2014

હાલો ભુચર મોરી ના મેળે...

ધ્રોલના ભૂચર મોરીનુ જામનગર મા અનેરુ મહ્તવ છે, અા ઐતિહાસિક યુધ્ધ મેદાન ખાતે દર વર્ષે શ્રાવણ વદ તેરસથી અમાસ સુધી ત્રિદીવસીય લોકમેળાનું આયોજન કરવામા આવે છેે.


અા યુધ્ધમાં શહીદ થયેલા શૂરવીરોની ખાંભીઓ પર આ મેળા દરમિયાન પાણી ચડાવી તેમજ ર્ધાિમક વિધી કરી શ્રધ્ધાંજલી આપવામા આવે છે.


આશરે ૪૦૦ વર્ષ પહેલા થયેલા યુધ્ધ મા શહીદ થયેલા ની શ્રધ્ધાંજલીમાં મોટી સંખ્યામાં માણસો ઉમટતા હોવાથી ધીરે ધીરે મેળાનું સ્વરૃપ ધારણ કર્યુ હતુ.


ધ્રોલના આ ઐતિહાસિક યુધ્ધ મેદાન ખાતે શહેનશાહ અકબરના સુબાને જામનગરના જામસાહેબે શરણાગતિ આપી હતી. તે સુબાને પરત મેળવવા માટે અકબરના સૈન્ય અનને જામનગર રાજ્ય વચ્ચે આ મેદાન ખાતે તે સમયનું સૌથી ભયાનક યુધ્ધ થયુ હતુ.


જેમાં બંને પક્ષોના કુલ ૩૫ હજાર સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા.


આ શહીદોનમાં જામસાહેબના મીંઢોળબંધ પુત્રનો પણ સમાવેશ થાય છે. તેઓની ખાંભી આ સ્થળે રાખવામા આવી છે જેને રાજપૂતો દ્વારા રાંધણછઠના દિવસે શ્રધ્ધાંજલી આપવામા આવે છે. 

No comments:

Post a Comment