સમાજ મા અમુક દ્રષ્ટાંતો નો સમય સાથે નો સઁયોગ ક્યારેક અાપણી સમાજ વ્યવસ્થા પર કટાક્ષ કરતો હોય તેમ લાગે છે.
રક્ષાબંધન ના દીવસે, જામનગર શહેરમાં પવનચક્કી વિસ્તારમાં રોમિયોગીરી કરી રહેલી ત્રિપુટીને યુવતીએ પકડી પાડીને મેથીપાક ચખાડયો હતો.
આ બનાવ દીવસ દરમ્યાન બનતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ જતાં રોમિયોની ટોળકી વાહન છોડીને નાશી છુટયા હતાં.
પોલીસે મોટર સાયકલ કબ્જે કર્યુ હતું.
ગુલાબનગર વિસ્તારમાં રહેતી ત્રણ યુવતીઓ ગઈકાલે રક્ષાબંધનના તહેવાર નિમિતે દરેડ ખોડીયાર માતાજીના દર્શનાર્થે ગઈ હતી. જ્યાંથી દર્શન કરીને પરત રિક્ષામાં ફરી રહી હતી. જે દરમ્યાન રણજીત સાગર રોડ પર એક ત્રિપલ સવારીમાં આવી રહેલા ત્રણ રોમિયો શખ્સોએ યુવતીની પજવણી શરૃ કરી હતી. રોમિયો શખ્સોએ યુવતી સાથે અસભ્ય ઈશારા કરી ચાલુ રિક્ષામાંથી નીચે ઉતરી તેના સાથે બાઈક પર બેસીને ફરવા જવા ઈશારા કરવામાં આવતાં હતાં. તે દરમ્યાન પવનચક્કીએ રિક્ષા પહોંચતાં રિક્ષા ત્યાં થંભાવી દીધી હતી અને ત્રિપલ સવારીમાં આવતા મોટર સાઈકલને રોકયું હતુ અને હિંમત દાખવી ત્રણેયને મેથીપાક ચખાડવાનું શરૃ કર્યુ હતુ.
યુવતીઓની હિંમતને જોઈને અન્ય રાહદારીઓ એકત્ર થઈ ગયા હતાં. અને ત્રણેય રોમિયો શખ્સોને ધોલધપાટ કરી બોધપાઠ આપ્યો હતો. જેથી ત્રણેય રોમિયો શખ્સો પોતાનું બાઈક ત્યાંજ છોડીને ભાગી છુટયા હતા.

No comments:
Post a Comment