Google , Find us on Google+

Sunday, 23 November 2014

રણજીત નગર ના યુવાનો નો સરાહનીય પ્રયાસ

જામનગર શહેરના રણજીત નગર ના યુવાનોએ ખુશી ગૃપની સ્થાપના કરીને સરકારી પ્રાથમિક શાળામાં બાળકો તેમજ યુવાનો અને મહિલાઓ ફ્રી ઈગ્લિંશનું શિક્ષણ આપવાનું શરૃ કર્યુ છે.

રણજીતનગરમાં રહેતામાં વિશાલ ઓડેદરા,મયુર ઓડેદરા, કમલેશ ખવા સહિતના અનેક યુવાનોએ કંઈક નવું કરવાનો વિચાર કર્યો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મધુભાઈ ગોંડલીયાના સંપર્ક સાધી શાળાના સમય સિવાય રણજીતનગર હુડકોની શાળા નં-૩૭-૧૦ નિઃશુલ્ક શિક્ષણનો ઉમદા હેતુ માટે ભાડે આપવા જણાવતાં તેઓને સ્કુલ ફાળવી અપાઈ હતી.


નિઃશુલ્ક શિક્ષણની ક્લાસ સાંજે ૬ થી ૭ઃ૩૦ સુધી રાખવામાં આવ્યા છે. જેમાં તા.૧૬ થી ૩૦ નવેમ્બર સુધીમાં કુલ ૧૦પ વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

જેમાં બાળકો માટે ડ્રોઈંગના કલાસીસ અને ઈગ્લિંશના કલાસીસ શરૃ કરવામાં આવ્યા છે. જેમાં પ૩ વિદ્યાર્થીઓ તેમજ પર વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ જોડાઈ છે.


આ સંસ્થાના કલાસીસની કામગીરી જામપાના સ્ટે.કમિટીના ચેરમેન દિવ્યેશભાઈ અકબરીએ રૃબરૃ મુલાકાત લઈને પ્રોત્સાહનરૃપે પ૧ ડ્રોઈંગ કીટ ઈનામ આપવા જાહેરાત કરી હતી.

No comments:

Post a Comment