Google , Find us on Google+

Wednesday, 20 August 2014

સ્વચ્છ જામનગર: કોઇને કહેતા નહી...JMC

હાલ મા જ, જામનગર મહાનગર પાલિકાએ જાહેર જનતા માટે બનાવેલી મૂતરડીઓ પૈકીની સાત જેટલી મુતરડીઓ થોડા તોડી પાઙી.

અા બધી જગ્યા સે ગંદકીના થર જામી ગયા છે. જામનગર ની જનતા જો અણસમજુ હોય તો JMC ક્યાં સમજદાર છે, સેવી વાતો થાય છે.

જામનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે શહેરી લોકોને પ્રાથમિક જરૃરીયાત ન મળતા લોકોમાં રોષ ફેલાઈ ગયો છે.


તંત્ર દ્વારા જાહેર જનતા માટે લઘુશંકા માટે મુતરડીઓ બનાવવામાં આવી હતી. જે પૈકીની થોડા સમય પહેલા જ અનુપમ ટોકીઝ પાસેની તેમજ ત્રણબતી રીક્ષા સ્ટેન્ડ પાછળ, લાલ બંગલા સર્કલ, માંડવી ટાવર પાછળ, ખંભાળીયા ગેઈટ -દિગ્વિજ્ય પ્લોટ શેરીનં-ર પાસે, વારીયાની દુકાન પાસે, દિપક ટોકીઝ રોડ, રીલાઈન્સ મોલ સામે આવેલી સાત જેટલી મુતરડીઓ તંત્ર દ્વારા તોડી નાંખવામાં આવી છે. પરંતુ ઘણો સમય વિતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા મુતરડીઓ બનાવવામાં આવી નથી. લોકોને લઘુશંકા માટે ના છુટકે તે જ જગ્યાનો ઉપયોગ કરવો પડે છે. આ જગ્યાએ કચરો નાંખવામાં આવે છે. જગ્યાની પુરતી સાફ સફાઈ પણ થતી ન હોવાથી ગંદકીના થર જામી ગયા છે. સામાજીક કાર્યકર પ્રફુલ કે કંસારા દ્વારા કમિશ્નર, કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી છે. લોકોની આ પ્રાથમિક જરૃરીયાત છીનવાઈ રહી હોવાથી તોડી પાડવામાં આવેલી મુતરડીઓ ફરી બનાવવા માગણી કરી છે.


સઁદેશ માથી

No comments:

Post a Comment