Google , Find us on Google+

Monday, 22 December 2014

અાતિથ્ય અકસ્માત, ત્રણ ભાઇઅો સહિત ચાર ના મ્રુત્યુ

શહેરની વાલકેેશ્વરનગરીમાં ગઈકાલે ગટર સાફ કરવા ઉતરેલા સફાઈ કામદારને અચાનક ગુગળામણ થઇ હતી, તેને બચાવવા પડેલા અાતિથ્ય હોટલના ત્રણ ભાઈઓ ના ઝેરી ગેસની અસરથી મ્રુત્યુ નિપજ્યા હતા. સફાઇ કામદાર નુ પણ અા ઘટનામા મ્રુત્યુ થયેલ છે.

મરનાર સફાઈ કામદારના ભાઈએ બેદરકારી પૂર્વક પોતાના ભાઈનું નિપજાવવા અંગે ત્રણેય મૃત હોટલ સંચાલકો સામે પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.

ગઇ કાલે હોટલ આતિથ્ય સંચાલકએે ગટર ભરાઈ જવાના બાબતે નિલેષ નામ ના સફાઈ કામદારને સફાઈ માટે ભૂગર્ભ ગટરમાં ઉતાર્યો હતો. તેને ગટરમાં ઝેરી ગેસના કારણે ગુંગળામણ થવા લાગી, હોટલના સંચાલક અનિલ થાનકી અને તેના બન્ને ભાઇઅો પણ તેને બચાવવા કુદયા હતા, સફાઈ કામદાર નિલેષ તથા અનિલભાઈ અને જીતુભાઈનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું, જ્યાર ત્રીજા ભાઇ ઈશ્વર શામજીભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનુ મ્રુત્યુ થયુ હતુ.

No comments:

Post a Comment